ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ગામે આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી સ્વામી અલગગિરિજી મહારાજના તંદુરસ્ત દીર્ધાયુ આયુષ્યના સંકલ્પ સ્વરૂપે પાવન સલીલા માં નર્મદા નદીના કિનારે વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ઝાડેશ્વર ખાતે સદા સ્મરણિય સદગુરુ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીની કૃપા કરુણાથી તેમના 125 માં પ્રાગટ્ય મહોત્સવને ભવ્ય ઉજવણી કરાઈ
તે નિમિત્તે સવા લાખ દત્તબાવનીના સંકલ્પ સ્વરૂપે ભરૂચ રંગ અવધૂત પરિવારના સહયોગથી પરમ પૂજ્ય સદગુરુ રંગ અવધૂત મહારાજના આશીર્વાદ અને કૃપાથી આ સંકલ્પને પરિપૂર્ણ કરવા ઝાડેશ્વર ગામે વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે આજરોજ સવા લાખ દત્ત બાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર પરિવારના અનુયાયો પણ જોડાયા હતા જેમાં ખાસ મહંત માતા શિવાનંદગીરીજી માતાજી અને રંગ અવધૂત પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી આજે દત્ત બાવની કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ : ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે 125 મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
Advertisement