Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે કરી – જંબુસર તાલુકાના પિલુદરા ગામ પાસે પસાર થતી કેનાલમાં અચાનક લોહી જેવું લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું થતા ખેડૂતોમાં રોષ

Share

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પિલુદરા ગામ પાસેની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અચાનક લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે પડતા સ્થાનિકો તેમજ ખેડૂતોમાં ભારે રોષની લાગણી છવાઈ હતી. પર્યાવરણના દુશમન કોઈ તત્વો દ્વારા આ પ્રકારનું પ્રદુષણ ફેલાવતું પાણી કેનાલમાં છોડાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અચાનક નર્મદા કેનાલમાં પ્રદુષણ ફેલાવતું પાણી નજરે પડતા કેનાલમાંથી પાણી મેળવતા ખેડૂતો મુંજવણમાં મુકાયા હતા તેમજ પશુઓને પણ આ કેનાલ તરફ જતા અટકાવવાની તજવીજ શરૂ કરી હતી, સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે આ પ્રકારનું પ્રદુષિત પાણી જો ઉપયોગમાં લઈએ તો તેઓના ઉભા પાકને નુકશાની વેઠવી પડે છે, તેમજ પશુ પક્ષી પણ જો આ પાણી પીવે તો તેઓના જીવનું જોખમ પણ ઉભું થઈ શકે તેમ છે.

Advertisement

હાલ તો નર્મદા કેનાલમાં પ્રદુષિત પાણી કયા બે જવાબદાર તત્વો દ્વારા છોડવામાં આવ્યું છે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી જોકે સમગ્ર મામલે સ્થાનિક ખેડૂતો દ્વારા મામલે તંત્રમાં રજુઆત કરવાની તજવીજ શરૂ કરાઈ હોવાનું માલુમ પડી રહ્યું છે, તેવામાં તંત્ર એ પણ આ પ્રકારે પર્યાવરણના દુશ્મન સમાન તત્વો સામે લાલ આંખ કરવી જોઈએ તેવી લોક માંગ પણ સમગ્ર ઘટના ક્રમ બાદથી ઉઠવા પામી છે.


Share

Related posts

ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

સુરત ભીમ અગિયારસનો જુગાર રમતા 153 પકડાયા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે દરોડા પડ્યા……

ProudOfGujarat

અંકલેશ્વર : ડીજીવીસીએલ અને સબ સ્ટેશનમાં રોજગારી માટે ૨૦૦૦ એપ્રેન્ટિસોએ પરીક્ષા આપ્યા બાદ પેપર લીક : એચ.આર. વિભાગ દ્વારા મિલીભગત થઇ હોવાની ભીતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!