ભરૂચ નગર નજીકથી પસાર થતી નર્મદા નદીના કિનારા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ અગાઉ પણ એલ સી બી. પોલીસે નદીકિનારા વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
ભરૂચ નગર પાસેથી પસાર થતી નર્મદા નદીના દશાશ્વમેઘ ઘાટ પાસે આવેલ ઝાડીમાં સંતાડેલ વિદેશી દારૂના જથ્થાને મળેલ બાતમીના આધારે એલસીબી પોલોસે ઝડપી પાડયો હતો. રૂ. ૩૩ હજાર કરતા વધુ કિંમતના દારૂ અંગે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ જિલ્લા પોલીસવડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટની સુચના અનુસાર પ્રોહિબિશનની કામગીરી કરી રહી છે ત્યારે મળેલ બાતમીના આધારે પીએસઆઈ પી.એમ.વાળાએ દશાશ્વમેધ નજીકના નદી કિનારાના ઝાડીમાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો બોક્ષ નંગ ૬, નાની મોટી બોટલ નંગ 216 કિંમત રૂ.33,480 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. આ અંગે આરોપી દેવ ઉર્ફે ગદો પ્રવીણ મકવાણા રહે. લોઢવાડના ટેકરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરેલ છે.