Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ટરનેશનલ લેવલનો સિન્થેટીક આધુનિક ટ્રેક તૈયાર કરાયો.

Share

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે કરજણ ઓવારા પાસે આવેલ સ્પોર્ટ સંકુલના મેદાનમાં પહેલીવાર ઇન્ટરનેશનલ લેવલનું 7 કરોડના ખર્ચે આધુનિક સિન્થેટીક ટ્રેક તૈયાર થયું છે. આ અંગે જિલ્લા રમત વિકાસ અધિકારી અને સિનિયર કોચ વિષ્ણુભાઈ વસાવાએ એક મુલાકાતમા વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે નર્મદાના ઇતિહાસમા પહેલીવાર ગુજરાત સરકાર દ્વારા ઇન્ટરનેશનલ લેવલનું સિન્થેટીક રબરમાથી તૈયાર કરેલ આધુનિક ટ્રેક તૈયાર કર્યું છે. જેમાં અહીં હવેથી એથલેટીક્સની તમામ રમતો જેવી કે 100 મીટર, 200 મીટર, 300 મીટર, 400 મીટર, 1500 મીટર દોડ ઉપરાંત ગોળાફેંક, ચક્રફેંક, ભાલાફેંક, ઊંચીકૂદ, લાંબી કૂદ જેવી રમતો રમાશે. ખાસ કરીને ઘર આંગણાના ખેલાડીઓને લાભ મળશે. અહીં ખેલાડીઓ માટે રહેવા જમવાની હોસ્ટેલમાં ઉત્તમ સગવડો પણ છે. આગામી દિવસો અહીં નેશનલ ઇન્ટરનેશનલ લેવલની રમતોથી આ મેદાન ગાજી ઉઠે તો નવાઈ નહીં.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અમદાવાદના નેક્સસ વન મોલ દ્વારા તમામ Nexus મોલ્સના ગ્રાહકો માટે વિશેષ ડીલ્સ અને ડિસ્કાઉન્ટનો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ:વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા, 2 કિલો 415 ગ્રામ ગાંજા નો જથ્થો સહિત કાર જપ્ત, જાણો વધુ…???

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના પોલીસ સ્ટેશનના ત્રણ અલગ અલગ ગુનાના આરોપીને પકડી પાડતી નડિયાદ ટાઉન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!