રસીકરણ એક પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિઓને પ્રતિરક્ષિત કરવામાં આવે છે અથવા ખાસ કરીને રસીકરણ દ્વારા ચેપી રોગો સામે રક્ષણ મેળવવા માટે પ્રતિરોધક ક્ષમતા વિકસાવવામાં આવે છે. રસીકરણ બાળકોના જીવન બચાવવા માટે મદદરૂપ થાય છે. તે રોગના પ્રસારણને ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે. રસીકરણ એ ચેપ અથવા બિમારીની સામે લડવા માટે મનુષ્યના શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. કેટલાક બાળકો કુદરતી રીતે પ્રતિરોધ સાથે જન્મતા હોય છે જે તેની માતાના સ્તનપાન દ્વારા પ્રાપ્ત થાય છે. આ પ્રતિરોધોની ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી હોય છે, કારણ કે બાળકોમાં તેમની રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થવાની શરૂઆત થઈ જાય છે. રસીકરણ એ સ્વાસ્થ્ય રોકાણોના સૌથી ઓછા ખર્ચાઓના અસરકારક પગલાંઓમાનું એક છે. રસીકરણ માટે જીવનશૈલીના મોટા ફેરફારોની આવશ્યકતા રહેતી નથી. ડબલ્યુએચઓના જણાવ્યાં, રસીકરણ એ
રોગો સામે રક્ષણ મેળવવા માટે પ્રમાણિત ઉપાય છે.
વર્ષ 1995 માં ભારતમાં 16 માર્ચના દિવસે પ્રથમવાર પોલીયોની રસી અપાઈ હતી અને તેના અનુસંધાને દેશમાં દર વર્ષે 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાય છે. ભારત સરકાર દરેક બાળકનું રસીકરણ સુનિશ્ચિત કરવા માટે ફ્રન્ટલાઈન હેલ્થ કેર કાર્યકરોની મહેનતને સ્વીકારવા અને તેની પ્રશંસા કરવા માટે 16 માર્ચને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવે છે. ભારતે ઝડપી રસીકરણ અભિયાન દ્વારા નિયમિત રસીકરણ વધારવામાં નોંધપાત્ર ઘણી પ્રગતિ કરી છે. એમઆર રસીકરણ ઝુંબેશ દ્વારા 2017 અને 2020 ની વચ્ચે 32.4 કરોડ બાળકોના રસીકરણ દ્વારા ભારત ઓરી અને રૂબેલા નાબૂદી તરફ આગળ વધી રહ્યું છે.
રસી માનવ શરીર માટે જરૂરી તત્વ છે. અને તે કેટલાંય રોગોથી બચવામાં મદદરૂપ છે. આ જ કારણ છે કે, બાળકના જન્મના તુરંત બાદથી જ તેને રસી આપવામાં આવે છે. કોરોનાકાળ દરમિયાન રોગપ્રતિકારક શક્તિને વધુ સારી બનાવવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દેશમાં રાષ્ટ્રીય રસીકરણની શરૂઆત વિશ્વમાં પોલિયોને રોકવા માટે કરાઈ હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. 16 માર્ચ 1995 નાં રોજ પહેલીવાર દેશમાં જીવનરક્ષક પોલિયોની રસી આપવામાં આવી હતી.
રાષ્ટ્રીય રસીકરણ દિવસ ભારત સરકારની પોલિયો ઉન્મૂલન કાર્યક્રમ પલ્સ પોલિયો અન્વયે મનાવાય છે, જે ભારતમાંથી પોલિયો ઉન્મૂલન માટે પહેલ હતી. જેમાં 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં અપાયા હતા. 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો.
વેક્સિનેશનને સામાન્ય બોલચાલની ભાષામાં રસીકરણ કહેવાય છે. રસીકરણ સંક્રામક રોગથી બચવા માટે ઈમ્યૂન સિસ્ટમને આર્ટિફિશિયલ રીતે એક્ટિવ કરવાની એક રીત છે. વેક્સિન માનવ શરીર માટે એક જરૂરી તત્વ છે અને તે કેટલાય રોગોથી બચવામાં માણસના શરીરને મદદ કરે છે. આ જ કારણ છે કે, એક બાળકના જન્મના તુરંત બાદ જ તેને વેક્સિન લગાવાનું શરૂ થઈ જાય છે. તેની વૈલ્યૂ આપણને કોરોના મહામારી દરમિયાન સમજાયુ કે, ઈમ્યૂનિટીને વધારવા માટે સમગ્ર વિશ્વમાં એક મોટી સંખ્યામાં વેક્સિનેશનની પ્રોસેસને અપનાવામાં આવી. દેશમાં હવે મોટી સંખ્યામાં વેક્સિનેશનની પ્રોસેસ ચાલી રહી છે. વેક્સિનનું મહત્વ અને તેની જરૂરિયાત દર્શાવવા માટે 16 માર્ચથી નેશનલ વેક્સિનેશન ડે મનાવામાં આવે છે.
ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમ એક મોટી સફળતા બની ગયું છે, કારણ કે, 2014 માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતને પોલિય મુક્ત દેશ જાહેર કર્યો હતો. કથિત રીતે, ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ 2011 માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો. પોલિયો કાર્યક્રમની સફળતા બાદ, ભારતમાં ટીબી અને ટિટનેસ જેવી બહું ગંભીર બિમારીઓ વિરુદ્ધ પણ રસીકરણ અભિયાન ચલાવામાં આવ્યા હતા.
છેલ્લા કેયલાક દાયકામાં રસીકરણ દુનિયાભરમાં જીવલેણ બિમારીઓથી લડવા માટે એક મહત્વપૂર્ણ હથિયાર બની ગયું છે. નેશનલ વેક્સનેશન ડે 2022 રસીની ભૂમિકા અને તેમના મહત્વ પર પ્રકાશ પાડે છે. હાલના સમયમાં વેક્સિન દ્વારા નિભાવામાં આવેલી ભૂમિકાને નજરઅંદાજ કરી શકાય નહીં.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર વેક્સિન દર વર્ષે લગભગ 2 થી 3 મિલિયન લોકોને બચાવે છે કારણ કે, કોવિડ મહામારી સમગ્ર દુનિયામાં ફેલાયેલી છે, એટલા માટે ભારત સરાકર પ્રત્યેક નાગરિકને રસી લગાવવા માટે જરૂરી પગલા ઉઠાવી રહી છે.
દીપક જગતાપ, રાજપીપલા