ભરૂચ જિલ્લામાં રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જિલ્લામા કુલ 4 મીમી વરસાદ વરસ્યો હતો. જેમા હાંસોટ તાલુકામા 3 અને જંબુસર તાલુકામા 1 મીમી વરસાદનો સમાવેશ થાય છે. તંત્રના જણાવ્યા મુજ્બ વીજળી ત્રાટકતા નેત્રંગ તાલુકામા એક પશુનું મોત નીપજ્યું હતું જ્યારે આવા વાતાવરણના પગલે ભરૂચના કોટ પારસી વાડ વિસ્તારમા મકાનને નુકશાન થયું હતું.
ભરુચ પંથકમા ગતરોજ બપોરના સમયે તીવ્ર પવન સાથે ધૂળિયું વાવાઝોડું ફુંકાયું હતું સાથે વરસાદ પણ વરસ્યો હતો. વહીવટી તંત્ર અને હવામાન વિભાગે ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદની આગહી કરી છે તેવામાં ગતરોજ રાત્રીના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામા કમોસમી વરસાદ વરસ્યો હતો. આમ તો સમગ્ર જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. પરંતું રાત્રીના સમયે હાંસોટ તાલુકામાં 3 મીમી અને જંબુસર તાલુકામા 1 મીમી વરસાદ વરસ્યો હતો. તે સાથે ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર શાખાના જણાવ્યા મુજબ નેત્રંગ તાલુકામા વીજળી ત્રાટકતા એક પશુનું મોત નીપજ્યું હતું. જ્યારે કોટ પારસીવાડ વિસ્તારમા આવા વાતાવરણના કારણે એક મકાનને નુકશાન થયું હતું હજી આવનાર દિવસોમાં ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.