ભરૂચ જિલ્લામાં માર્ચ મહીનો ધુળીયા વાવાઝોડાનો મહિનો સાબિત થઈ રહ્યો છે. અગાઉ પણ ધૂળીયું વાવાઝોડુ ફુંકાયા બાદ આજે બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા તીવ્ર પવન સાથે ધૂળીયુ વાવાઝોડુ ફુંકાયુ હતુ.
આ વાવાઝોડાના સમય દરમ્યાન જમીન પરથી ધુળની ડમરીઓ ખુબ ઉંચે સુધી ઉડતી જણાય હતી. હવામાન ખાતા દ્વારા આ દિવસો દરમ્યાન તેમજ આવનાર પાંચ દિવસો દરમ્યાન દક્ષિણ ગુજરાત કે જેમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે બપોરના સમયે ધુળીયુ વાવાઝોડુ ફુંકાયુ હતુ અને વરસાદી છાંટા પણ વરસ્યા હતા. આ વાવાઝોડું આશરે ૨૦ થી ૨૫ મિનીટ સુધી રહ્યુ હતુ, જે દરમ્યાન સમગ્ર ભરૂચ પંથકમાં સડક પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધુળીયા વાતાવરણના પગલે વાહન ચાલકોએ પોતાના વાહનો જયાં હોય ત્યાં ઉભા કરી દીધા હતા.
Advertisement