આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી, નર્મદા જિલ્લાના મહિલા મોર્ચા દ્વારા રાજપીપળાનાં APMC ખાતે સુષ્મા સ્વરાજ એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં નર્મદાની વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરનાર 10 જેટલી મહિલાઓને “સુષ્માસ્વરાજ એવોર્ડ” આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા દ્વારા તમામ મહિલાઓનું એવોર્ડ આપી બહુમાન કરાયું હતું.
આ પ્રસંગે નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નર્મદા જિલ્લા મહિલામોર્ચા પ્રમુખ જયશ્રીબેન, જિલ્લા મહામંત્રી ભારતીબેન દેશમુખ, દક્ષાબેન પટેલ, જિલ્લા મંત્રી જ્યોતિ જગતાપ, જીલ્લા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ તડવી, પ્રદેશ કારોબારીના સભ્ય રંજનબા ગોહિલ, કમલેશભાઈ પટેલ તેમજ જીલ્લા મહિલા મોર્ચાના અગ્રણી બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.એમની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરાયા હતા.
એવોર્ડ પ્રાપ્ત કરનાર મહિલાઓ
1)વસાવા ભાવિતીબેન સુરેશભાઇ(નારી અદાલત કોઓર્ડીનેટર ),2)તડવી સોનલબેન ગીરીશભાઇ(આશાવર્કર, સામાજિક કાર્યકર્તા ),
3)બારીયા કલ્પનાબેન રમણભાઇ(વન રક્ષક ), 4)વસાવા રંજનબેન રણછોડભાઇ(પ્રગતિશીલ મહિલા ખેડૂત ), 5)વસાવા નીતાબેન મુકેશભાઇ,(ગૃહઉદ્યોગ થકી રોજગારી ), 6)વસાવા મંજુલાબેન રમણભાઇ(પ્રગતિશીલ મહિલા ખેડૂત ), 7)વસાવા સુમિત્રાબેન રમેશભાઇ,(પશુપાલક, ગૃહ ઉદ્યોગ) 8)વસાવા એકતાબેન રતિલાલ (ધારાશાસ્ત્રી ), 9)નમિતાબેન એલ મકવાણા(શિક્ષણ, સાહિત્ય ), 10)માર્યાબેન જ્યોર્જ બર્ક (સમાજ સેવા )ને સન્માનિત કરાયા હતા.
દીપક જગતાપ,રાજપીપલા