Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેધરલેન્ડ સરકાર દ્વારા બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગન ખેડા જિલ્લાની મુલાકાત લીધી

Share

ભારત સરકાર દ્વારા નેધરલેન્ડ સરકાર સાથે બાગાયત સંલગ્ન વિવિધ આધુનિક ટેકનોલોજી ગુજરાત રાજ્યના ખેડુતો અપનાવે તથા સારી ગુણવત્તાના બટાટાનું ઉત્પાદન કરી વધુમા વધુ આવક મેળવે તે હેતુસર ઇન્ડો- ડચ પ્રોજેક્ટ હેઠળ કરાર કરવામાં આવ્યો છે.

જે કરારના ભાગરૂપે નેધરલેન્ડ સરકાર દ્વારા બટાટાના વિષય નિષ્ણાત હાર્મ ગ્રોએનવેગને મંગળવારના રોજ ખેડા જિલ્લાની મુલાકાત નાયબ બાગાયત નિયામકની કચેરી, ખેડા દ્વારા કરાવવામાં આવી હતી. જેમાં કપડવંજ તાલુકાના બટાટાના પ્રગતિશીલ ખેડુતો, બટાટા કોલ્ડ સ્ટોરેજ માલિકો તથા વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ખેડુતોના ખેતર અને કોલ્ડ સ્ટોરેજની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.

આ મુલાકાતમાં કપડવંજ એ.પી.એમ.સી. ચેરમેન નિલેષભાઇ પટેલ, વિભાગના સંયુક્ત બાગાયત નિયામક જે.એમ.તુવાર, આણંદ કૃષિ યુનિવર્સિટીના સહ-પ્રાધ્યાપક ડૉ.બી.એન.સાટોડીયા, તથા નાયબ બાગાયત નિયામક  હોર્ટીકલ્ચર નોલેજ સોસાયટી- ગાંધીનગર પ્રશાંતભાઈ કેવડીયા તથા મદદનીશ બાગાયત નિયામક  જે.આર.પટેલે હાજર રહી ખેડુતોને બટાટાની ખેતી માટે ઉત્તમ ગુણવત્તાના બિયારણ, બટાટાની આધુનિક ખેતી અપનાવી નિકાસલક્ષી ઉત્પાદન, રોગ-જીવાત નિયંત્રણ, સ્ટોરેજ વ્યવસ્થાપન અને બજાર વ્યવસ્થાપન ઉપર જિલ્લાના ખેડુતો સાથે ઉંડાણ પૂર્વક ચર્ચા કરી હતી. આ ઉપરાંત ભવિષ્યમાં પ્રશ્નોના ઇન્ડો-ડચ પ્રોજેક્ટ હેઠળ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નિરાકરણ લાવવામાં આવે તે માટે આયોજન કરવામાં આવશે તેમ  હાર્મ ગ્રોએનવેગને ખેડૂતોને બાહેધરી આપી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પાટનગરમાં ધમાસાણ: આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર, જોવા મળશે ધાનાણીની ધમાલ…

ProudOfGujarat

લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

વાગરા : વિંછીયાદ ગામ ખાતે દૂધ બાબતે તકરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!