Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ને.હા 48 નબીપુર પાસેથી લાખોની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગે સતત લાલ આંખ કરી છે. જિલ્લામાં ચાલુ વર્ષે જ અનેક સ્થળે નશાના વેપલો કરતા તત્વોને ત્યાં પોલીસ વિભાગે દરોડા પાડી લાખોનો શરાબનો જથ્થો ઝડપી પાડી અનેક બુટલેગરોને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં વધુ એકવાર ભરૂચ ક્રાઇમ બ્રાંચના સફળ દરોડામાં મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 ઉપર નબીપુર નજીકની શીતલ હોટલની સામેના ભાગે મહારાષ્ટ્ર પાર્સિંગના એક આઈસર ટેમ્પો નંબર MH, 18, BA 5354 માં તલાસી કરતા તેમાં પુઠ્ઠાના પેલેટ ઉપર પ્લાસ્ટિક વડે રેપિંગ કરી છુપાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સહિત કુલ 48,23,690 નો મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી હતી.

Advertisement

ભરૂચ ક્રાઇમ બ્રાચે મામલે અંતરસિંહ લક્ષમણસિંહ ભાભર રહે. ઇન્દોર મધ્ય પ્રદેશ નાઓની ધરપકડ કરી મામલે ઇન્દોર દાદા નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આઈસર ટેમ્પો સહિત 45 લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો કબ્જે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

માનવ સ્વાસ્થ્ય ને નુકશાની કરી શકે તેવો સલ્ફર જેવો પીળા કલર નો કેમિકલ પદાર્થ જાહેર માં નિકાલ કરનારા સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

ProudOfGujarat

ગુજરાત કોંગ્રેસે કર્યા સંગઠનમાં ફેરફાર, અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની કરી નિમણૂક

ProudOfGujarat

અંકલેશ્વર : આખરે આ વાયુ પ્રદૂષણનો અંત કયારે..! આજે આંકડો PM 2.5 સાથે 309 very poor પર પહોંચ્યો…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!