Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે બોર્ડના કેન્દ્રએ આનંદ ઉલ્લાસથી પહોંચ્યા

Share

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ખાતે આવેલ શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઇસ્કુલ વાંકલ ખાતે બોર્ડનું કેન્દ્ર સ્થાને આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ આનંદ અને ઉલ્લાસથી પરીક્ષા કેન્દ્ર સ્થળે પહોંચી ગયા હતા. જેમા સવારે ધોરણ 10 મા 751 વિદ્યાર્થીઓના 27 બ્લોક આપવામા આવ્યા છે. જેમા સવારે પહેલુ પેપર ગુજરાતી વિષયની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 માં બપોરે સામાન્ય પ્રવાહ 218 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભૌતિક વિજ્ઞાન પ્રવાહમાં 22 બ્લોગ છે જેમાં 422 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ કુલ આજરોજ શ્રી એનડી દેસાઈ હાઇસ્કુલ વાંકલ ધોરણ 10 અને 12 ના 1391 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે શાળાના આચાર્ય પારસ મોદી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવવામા આવી છે અને વિદ્યાર્થીઓને શુભ સંદેશ પાઠવવામાં આવ્યો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની કંપનીમાં આગ લાગતા અફરાતફરી…..

ProudOfGujarat

ઝઘડિયાના જયશીલ પટેલની ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરાઈ

ProudOfGujarat

ઉમરપાડાના ગોંદલીયા ગામે ખેડૂતે ખેતરમાંથી લાકડા કાપવાનો આરોપ મુકી શ્રમજીવીને માર માર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!