Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો મોટો નિર્ણય, છોલેલું શ્રીફળ મંદિરમાં લઇ જવા પર પ્રતિબંધ

Share

રાજ્યના પવિત્ર યાત્રાધામામાંથી એક એવા પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરે હવે કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લઈને જઈ શક્શે નહીં. આ મંદિરના ટ્રસ્ટે ભક્તો માટે છેલ્યા વિનાનું આખુ નાળિયેર માતાજીને ધરીને પોતાની ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. મંદિર ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય સ્વચ્છતાને લઇને કરવામાં આવ્યો છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક એવા પાવાગઢ માતાજીના મંદિરે દરરોજ હજારો ભક્તો મુલાકાતે જતા હોય છે. આ ભક્તો માતાજીને પ્રસાદી રુપે શ્રીફળ, ચૂંદડી ધરાવતા હોય છે. આજે મંદિરના ટ્રસ્ટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી ભક્તો મંદિરની અંદર છોલ્યા વિનાનું આખુ નાળિયેર ઘરાવવાનું રહેશે અને ત્યારબાદ તે નાળિયેર ધરાવીને ઘરે લઈ જવાનુ રહેશે. આ ઉપરાંત મંદિરની નજીક કોઈ વેપારીઓને પણ છોલેલા શ્રીફળ વહેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વેપારી પાસેથી છોલેલુ શ્રીફળ મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેપારી છોલેલુ શ્રીફળ વેચશે તો તેને દંડ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીઓએ આ નિર્ણય સ્વચ્છતાને લઈને કરવામાં આવ્યો છે. આ નિયમ આગામી 20 મી માર્ચથી લાગુ પડશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : મામલતદાર કચેરી બહાર ભરાયા પાણી : વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

રાજપીપળા ના અધિક કલેકટર ની માર્ગના જાહેરનામું ખોટું હોવાના આક્ષેપ.

ProudOfGujarat

વડોદરા : આયુષ્યની સદી ફટકારનારા શતાયુ મતદાર સવિતાબા મતદાન કરવા ઉત્સુક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!