આર્ટ ઓફ લિવિંગ દ્વારા અબ્રામા રોડ ગોપીની ગામ ખાતે શ્રી રવિશંકર મહારાજની અધ્યક્ષતામાં સુદર્શન ક્રિયા અને સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તોને આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે રવિશંકર મહારાજે જણાવ્યું હતું કે શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ખોરાક અને ખાનપાન ખૂબ જ મહત્વના છે. શરીરને શુદ્ધ કરવા માટે અને નિરોગી રાખવા માટે આલ્કલાઇન યુક્ત પાણી પીવું જોઈએ. ખુબ જ સામાન્ય પ્રયોગ બતાવતા કહ્યું હતું કે એક લીટર પાણીમાં બે લીંબુના ટુકડા અને બે કાકડીના ટુકડા નાખીને સવારે પીવાથી બોડીમાંથી બિનજરૂરી કચરો નીકળી જાય છે. તે ઉપરાંત ચાલવું, વ્યાયામ કરવો, યોગ કરવા ખૂબ જ જરૂરી છે. કેવી રીતે મનને શુદ્ધ રાખવા માટે પણ પ્રાણાયામ ધ્યાન કરવા જોઈએ, બુદ્ધિની માટે જ્ઞાન હોવું જરૂરી છે. તેથી દરરોજ શ્રીમદ ભાગવત ગીતા અથવા તો કોઈ પણ ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. શરીર સ્વચ્છ હશે મન પ્રફુલિત હશે અને બુદ્ધિ શુદ્ધ હશે તો માત્ર આધ્યાત્મિક જીવન જ નહીં પરંતુ સાંસારિક જીવન અને તમામ પ્રકારના વ્યવહારોમાં પણ આપણે પ્રબળ રહીશું. શરીર તંદુરસ્ત રાખવા માટે ખાનપાન પર નિયંત્રણ જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે આપણે જે ધાન્ય પકાવીએ છીએ તેમાં હાઇબ્રીડ આવી ગયું છે.તેને બદલે આપણું મૂળ બીજ છે તેને ટકાવી રાખવું જોઈએ. પર્યાવરણને બચાવ્યું રાખવું જોઈએ. 27 જેટલી જડીબુટ્ટીઓ લુપ થઈ ગઈ છે તેને શોધી લાવવાનું કામ આપણે કરી રહ્યા છીએ.
વિનોદ મૈસુરિયા : વાંકલ
માંગરોળ : આર્ટ ઓફ લિવિંગ દ્વારા અબ્રામા રોડ ગોપીની ગામ ખાતે સુદર્શન ક્રિયા, સત્સંગ કાર્યક્રમ યોજાયો.
Advertisement