ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે તા :- ૧૦-૦૩-૨૦૨૩ થી ૧૨-૦૩-૨૦૨૩ સુધી ભગવાન શ્રી સ્વામિનારાયણની પારાયણ કથાનું આયોજન વડોદરા વાડી સ્વામિનારાયણ મંદિરના પુ.ત્યાગી બહેનો દ્વારા ગામના પિતૃઓના મોક્ષાર્થે તેમજ ગામજનોની સુખાકારી માટે તથા ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ સમસ્ત રાવ પરિવાર ઉપર રહે તેવું આયોજન પારૂલબેન કિર્તીભાઇ રાવ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં ગામના રાવ પરિવારના તમામ ભાઈઓ તેમજ બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેમજ આસપાસનાં ગામના બહેનોએ પણ આપણા ગામમાં પધારી કથાનો ભરપૂર લાભ લીધો તેમજ સવાર સાંજના નાસ્તા તેમજ બે સમયના ભોજન પ્રસાદી સાથે ખૂબ જ ભક્તિભાવ સાથેની અનુભૂતિનો અનુભવ ગામજનોને કરાવેલ તેમજ વધુમાં ભરતભાઈ બળવંતભાઈ રાવ દ્વારા પણ ભજનની રમઝટ બોલાવી સમસ્ત ગામના વાતાવરણને ભક્તિમય બનાવ્યું તેમજ આજના પૂર્ણાહુતિના દિવસે ઠાકોરજીનો ભવ્ય વરઘોડો ગામમાં તેમજ ફળિયાના ઘરે ઘરે ઠાકોરજીની પધરામણી કરાવી પૂજાનો લાભ આપેલ છે. ત્યારબાદ ઠાકોરજીને બંકાભાઈના નવા નિવાસ સ્થાન “અર્પણ નિવાસે ” વિશ્રામ અર્થે લઈ જઈ આ કાર્યક્રમને વિરામ આપેલ છે. અંતે સૌ સાંજની પ્રસાદી લઈ છૂટા પડેલ. પારૂલબેન કિર્તીભાઇ રાવને આ કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ સમસ્ત ગ્રામજનોએ તેઓનો આભાર માન્યો હતો.
ગુલામહુશેન ખત્રી રાજપારડી
ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામે સ્વામિનારાયણની પારાયણ કથા યોજાઇ.
Advertisement