ધ નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદમાં વાલી મંડળના ઉપક્રમે વાલી – અધ્યાપક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોલેજના આચાર્ય ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબે વાલીઓએ આપેલા પ્રતિભાવોના સંદર્ભે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે – વિદ્યાર્થીઓ નિયમિત બને, તરસ પિપાસુ બને, વાલીઓ પોતાના બાળકોના વિકાસ સંદર્ભે અને અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે કોલેજમાં આવે, વિદ્યાર્થીઓના કાઉંસેલિંગ માટેના પ્રયત્નો અંગે ઉંડાણપૂર્વક અધ્યક્ષીય પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે કુલ ૬૨ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બારોટ સંજયભાઈ, ભુપેન્દ્રભાઈ રાણા, નીલેશભાઈ જોશી, સોમનાથજી અને સ્નેહલભાઈ ભટ્ટ આ તમામ વાલીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કો – ઓર્ડીનેટર રજનીકાંત જૈને પૂર્વભૂમિકા રજૂ કરી હતી. વાલી મંડળના સંયોજક ડો.કલ્પના બેન ત્રિવેદી એ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. પ્રા.આર.બી.સક્સેના એ આભારદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન કોલેજના તમામ અધ્યાપક ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ