Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના નેચર પાર્કમાં ગરમીની શરૂઆત સાથે જ પ્રાણીઓ માટે ઠંડા પાણીના ફુવારા મુકાયા

Share

સુરતમાં ગરમીની શરૂઆત સાથે જ પારો 35 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે માણસ સાથે પ્રાણીઓ ઉપર પણ ગરમીની સીધી અસર જોવા મળી રહી છે. હાલ ગરમીની અસર વધતા સુરત પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા માટે હાલ ઠંડા પાણીના ફુવારા મુકી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગરમી વધશે ત્યારે પ્રાણીઓના પાંજરા નજીક બરફની લાદી અને એર કુલર માટે પણ આયોજન કરવામા આવી રહ્યું છે.

સુરત સહિત ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ 38 ડિગ્રીની આસપાસ થઈ ગયું છે અને હવે આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ઉપર જાય તેવી શક્યતા છે. આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માંસાહારી પ્રાણીઓના પાંજરામાં પાણીનો હોજ બનાવી તેમાં પાણી ભરી દેવામાં આવ્યું છે.

Advertisement

હાલમાં 38 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો છે તેથી પ્રાણીઓ સાથે પક્ષીઓના પીંજરામાં પણ ફુવારા મુકી દેવાયા છે. આગામી દિવસોમાં ગરમીમાં વધારો થાય ત્યારે ભુતકાળમાં પ્રાણીઓના પીંજરા બહાર બરફની લાદી મુકવા સાથે એરકુલરનો પણ સહારો લેવામાં આવ્યો હતો. તેવી જ રીતે આગામી દિવસોમાં ગરમી વધે તો તેનાથી પ્રાણીઓને બચાવવા માટે આવા પ્રયોગ પણ કરવામાં આવશે.


Share

Related posts

સમગ્ર ભરૂચ પંથકમાં આધ્યાત્મિક વાતાવરણ છવાયું.વિદેશના ભક્તો પણ ઝૂમી ઉઠ્યા ! જાણો ક્યાં?

ProudOfGujarat

ગોયાસુંડલ પ્રા. શાળામાં બાળસંસદ શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર બે ફોરવ્હીલ અથડાતા અકસ્માત સર્જાયો : 4 ને પહોંચી ગંભીર ઇજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!