વિશાલ મિસ્ત્રી
નર્મદા સુગર ફેકટરી ખાતે સર્વરોગ નિદાન કેમ્પનુ મોટા પાયે આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા એક દિવસમા 800 જેટલા દર્દીઓનુ નિદાન કરાયુ હતુ.જ્યારે બે દિવસમાં 1500 થી વધુ દર્દીઓએ વિવિધ રોગો નું સચોટ નિદાન કરાવ્યું હતું.એક બાજુ કેન્દ્રની નીતિને લઈને રાજ્યના તમામ તબીબો કાળો દિવસ ઉજવી હડતાળ પર ઉતાર્યા હતા તો બીજી બાજુ અમેરિકાના એનેસ્થેટીક ડોક્ટર અને નર્મદા સુગર ફેકટરીના સહિયારા પ્રયાસથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું.આ મેડીકલ કેમ્પને ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો.
નર્મદા જીલ્લાના કેટલાક ગામો એવા છે કે જ્યા નિયમિત આરોગ્ય લક્ષી સેવાઓ પહોચતી નથી.અને નજીકમા સુવિધાઓ છે તો લોકો ત્યા નિદાન કરાવતા નથી.જેથી અમેરિકાના લોસ એંજલસમા રહેતા ડો.નિતિન શાહ સહીત તેમની ટિમ અને ધારીખેડા સુગર ફેક્ટરીએ સાથે મળીને મંગળવારે મેગા સર્વ રોગ નિદાન મેડિકલ કેમ્પનુ આયોજન નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે ખરવામા આવ્યુ હતું.જેમા આજુબાજુના 40 થી વધુ ગામો અને સ્થાનિક ધારીખેડા ગામના લોકો,ખેડુતો અને મજુરોને તજજ્ઞ તબીબો દ્વારા વિવિધ રોગોનો ઉપચાર કરવામાં આવ્યો હતો.લોકોનેદાવાઓ પણ મફત આપવામાં આવી હતી.
આ સર્વ રોગ નિદાન કેમ્પ નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જેમની સાથે એમ.ડી.નરેન્દ્ર પટેલ અન્ય ડિરેક્ટરો,રાજશ્રી પોલીફિલ્સના એક્ઝિ.પ્રેસિડન્ટ એસ.એલ.સારદા, સિ.જનરલ મેનેજર સંજય આગ્રવાલ,અમેરિકાના ડો.નીતિન શાહ, પ્રકાસ શાહ, ડો.ગિરીશ આનંદ,ડો.અજયસિંહ ઠાકોર સહીત ભરૂચ,અંકલેશ્વર, રાજપીપળા,અને વડોદરાના તબીબોએ નિદાન કર્યું હતું.