Proud of Gujarat
FeaturedGujaratINDIA

H3N2 વાયરસને લઈ આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી.

Share

ગુજરાતમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યાં છે. તેની સાથે ડબલ ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં નવા વાયરસ H3N2 ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ વાયરસને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં દવાઓનો સ્ટોક અને ડોક્ટરોની હાજરી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અધિકારીઓ સાથે H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની હાજરી અંગે સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMR ની ગાઈડલાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપી હતી. ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે.

Advertisement

ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ફીવર, વાયરસ સહિત ખાંસી જેવા ફ્લૂ જોવા મળ્યા છે. H3N2 વાયરસના કુલ ત્રણ પ્રકાર છે. જેમાં શરદી સળેખમ હોય તો તે 7 દિવસમાં મટે છે. ગળામાં દુખાવો હાઈ ફીવર હોય તેમાં ડોકટરની સારવાર લેતા ઝડપી મટે છે. પરતું ત્રીજા વાયરસનું સંક્રમણ ફેફસાં સુધી પહોંચે છે તેમાં સરકાર ચિંતિત છે. આ માટે ગ્રામ્ય કક્ષા સહિત તમામ જિલ્લામાં અને તાલુકામાં દવાઓ પહોંચાડી છે. હોસ્પિટલમાં સગવડ, પીપીઈ કીટ સહિત ઓક્સિજનની વ્યવસ્થા છે. ગુજરાતમાં આ વાયરસના 3 કેસ મળ્યા છે. જેમાં એક પણ દર્દીનું મોત નથી થયું. જેથી ડરવાની જરૂર નથી.

આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો. વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિત લોકોને આ રોગથી વધુ સમસ્યાઓ થઈ શકે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બેથી ત્રણ અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે. આ ફલૂનાં સામાન્ય લક્ષણો ગણાય છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લા માટે રાહતનાં સમાચાર નવા 7 સહિત કુલ 33 દર્દીઓ એ કોરોનાને મ્હાત આપી.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીની બાઈકની ઉઠાંતરી થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!