વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હાલના મેયર કેયુર રોકડિયા ધારાસભ્ય બન્યા હતા જેને કારણે તાજેતરમાં તેમણે રાજીનામું આપ્યું હતું તેઓના બે વર્ષનો સમય આજે પૂર્ણ થતા હતા જેને ધ્યાનમાં રાખી આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા રાખવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના નિલેશ રાઠોડને છ મહિના માટે નિમણૂક કરવામાં આવી છે.
નવા નિયુક્ત મેયર નિલેશ રાઠોડ વર્ષોથી ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરતા રહ્યા હતા. તેઓને વર્ષ 2006 થી યુવા મોરચામાં જોડાઈને કાર્યકર તરીકેની જવાબદારી સ્વીકારી હતી ત્યારબાદ છેલ્લા ત્રણ ટર્મથી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે આવતા હતાં બોર્ડમાં તેઓ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનના પક્ષના નેતા તરીકે પણ નિમણૂક થઈ હતી.
આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની એક બેઠક યોજાઇ હતી. જેમાં નિલેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં નવા મેયર નિલેશ રાઠોડના નામની દરખાસ્ત પક્ષના નેતા અને દંડકે મૂકી હતી. જેને ભાજપ કોંગ્રેસ બંનેએ સમર્થન આપી નિમણૂક કરી હતી.