Proud of Gujarat
FeaturedGujaratINDIA

LEVIS કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લીકેટ વસ્તુઓના વેચાણમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે, છેલ્લા બે માસ દરમ્યાન જ કેટલાક સ્થળે દરોડા દરમ્યાન બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ વસ્તુઓ વેચાણ થતી હોવાના ભાંડા પોલીસ વિભાગે ફોડ્યા છે, જેમાં લાખોની કિંમતનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓએ બાતમીના આધારે ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ મધુરમ પાર્ટી પ્લોટની સામે આવેલ ખુશી હોલમાં LEVIS કંપનીના ડુપ્લીકેટ કાપડના જથ્થા સાથે વિજયસિંહ જેરામસિંહ અવધિયા રહે, બારડોલી સુરત નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી 1,50,000 નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ સામે કોપી રાઈટ હેઠળનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતાં કામદારને ગેસની અસરથી મોત નીપજ્યું.

ProudOfGujarat

ગુજરાતના ગરબા નૃત્યને યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ યાદીમાં નામાંકિત કરાયું.

ProudOfGujarat

અમદાવાદમાં જ્વેલર્સને લૂંટવા આવેલો શખ્સ આર્મી મેન નીકળ્યો, લોકોથી બચવા હવામાં ફાયરીંગ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!