અંકલેશ્વર નજીક વટારિયા ખાતે આવેલી યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી અંતર્ગત SRICT ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ 21 મી ફેબ્રુઆરીથી 28 મી ફેબ્રુઆરી દરમિયાન વિજ્ઞાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. 21 મી ફેબ્રુઆરીના રોજ પ્રોવોસ્ટ પ્રો. શ્રીકાંત જે. વાઘ દ્વારા વિજ્ઞાન સપ્તાહનું ઉદ્ઘાટન ડીન, એચઓડી, સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
આ વિજ્ઞાન સપ્તાહ દરમિયાન આંતર-યુનિવર્સિટી સ્પર્ધાઓ જેવી કે નિબંધ લેખન, વિજ્ઞાન ક્વિઝ, પોસ્ટર પ્રસ્તુતિ, મૌખિક પ્રસ્તુતિ, સેમિનાર, વર્કિંગ મોડેલ પ્રદર્શન, વર્કશોપ અને વિવિધ પ્રવૃત્તિઓ એક્સટેમ્પોર, સ્કેચ, વક્તૃત્વ, ડિબેટ સ્ટોર્મિંગ, ક્રોસવર્ડ, અને સુડોકુ વગેરેનુ આયોજન કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેના ઉત્સાહને વધારે છે અને તેને શીખવા અને અપનાવવા માટે રસપ્રદ બનાવે છે.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 મી ફેબ્રુઆરી-2023 ના રોજ વિજ્ઞાન સપ્તાહના સમાપન સમારોહમાં એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.અનિલ ત્રિવેદી (મુખ્ય મેનેજર, કેમિનોવા ઈન્ડિયા લિ.) ને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને મિશેલ ગણેશાની (પ્રિન્સિપાલ, સી.એમ. એકેડમી) કાર્યક્રમ દરમિયાન અતિથિ વિશેષ હતા. આ સમારોહમા પ્રોવોસ્ટ, ડીન અને રજીસ્ટ્રાર દ્વારા પ્રસાંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન સપ્તાહ દરમિયાન યોજાયેલી વિવિધ ઇવેન્ટ્સના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન સપ્તાહ દરમિયાન 250 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન SRICT – ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચના ડો. તૃપ્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.