ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલ બાકી મિલ્કતોના વેરાઓ વસૂલ કરવાની સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. શહેર વિસ્તાર માટે દરેક વોર્ડમાં ટીમોની રચના કરી દેવામાં આવેલી છે. રહેણાંક મિલ્કતોના બાકી વેરા વસુલાત માટે નળ કનેક્શન તેમજ કોમર્સીયલ મિલ્કતો સીલ કરવાની કામગીરી ચાલુ છે. હાલમાં તા.૦૧/૦૩/૨૦૨૩ થી તા.૦૬/૦૩/૨૦૨૩ દરમ્યાન રૂ.૩૮,૦૦૦,૦૦/- લાખ (અંકે. આડત્રીસ લાખ) પુરાનું વેરા વસુલાત કરવામાં આવેલ છે. તેમજ આ કામગીરી સતત ચાલુ છે અને રોજબરોજ વેરા વસુલાત માટે નગરપાલિકા સઘન કામગીરી કરી રહેલ છે અને બાકી વેરા મિલ્કતોને સીલ કરવાની કામગીરી તેમજ પાણીના કનેક્શન કાપવાની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહેલ છે. મિલ્કત ધારકોએ તાત્કાલીક અસરથી પોતાના મિલ્કતના બાકી વેરા તાત્કાલીક અરસથી ભરૂચ નગરપાલિકામાં જમા કરાવવા અને શીલિંગની કામગીરી તેમજ નળ કનેક્શન કપાવવાથી બચો.
ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી મિલ્કતોના વેરાઓ વસૂલ કરવાની સઘન કામગીરી શરૂ કરાઇ.
Advertisement