જામનગરમાં વિઝન ક્લબ દ્વારા વુમન્સ ડે નિમિત્તે તબીબી, હેલ્થ એન્ડ ફિટનેસ, શિક્ષણ, સ્પોર્ટ્સ બેન્કિંગ, એકાઉન્ટ, સામાજિક જેવા વિવિધ ક્ષેત્રે કાર્ય કરતી મહિલાઓને વુમન્સ ડે ની ઉજવણીના ભાગરૂપે વિવિધ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. જેમાં આ પત્રકારત્વ ક્ષેત્રે જામનગરના અમી ગજ્જર (અમૃતા) ને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરાના હસ્તે “જામનગર ગૌરવ” એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જામનગરના અમીબેન ગજ્જર વર્ષ 2010 ની બેચના એ.ડી. શેઠ પત્રકારત્વ ભવનના વિદ્યાર્થીની છે, તેઓએ માસ્ટર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે, તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતેથી એમ. એ., એલએલબી નો અભ્યાસ કર્યો છે.પત્રકારત્વ ક્ષેત્રે વિવિધ સાંધ્ય દૈનિક અને સામાયિકોમાં નારીવાદી લેખો લખી ગૃહ ઉદ્યોગ અને મહિલાલક્ષી પ્રવૃત્તિઓને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, તથા ભાવિ વિદ્યાર્થીઓ માટે સાહિત્ય અને સમાજ, એડવર્ટાઈઝમેન્ટ એન્ડ વુમન્સ, ભારતીય સમાજમાં નારી સંવેદના, ફિલ્મ એન્ડ સિનેમેટ્રોગ્રાફી, આધુનિક સમયમાં ગુજરાતી ફિલ્મો એક અભ્યાસ, તથા કાયદાકીય ક્ષેત્રે કોર્પોરેટ ફાઇનાન્સ, ભારતમાં આયાત નિકાસ ધારો, મીડિયા લો, સહિતના સાહિત્યિક- સામાજિક- કાયદાકીય વિષયો પર યુ.જી.સી. સ્પોન્સર નેશનલ સેમિનારમાં રાજકોટ નડિયાદ, વડોદરા, અમદાવાદ ગાંધીનગર અને સુરતની વિવિધ કોલેજોમાં તેઓ પેપર પ્રેઝન્ટેશન રજૂ કરે છે, તેઓ જામનગર શહેરના વિવિધ સાંધ્ય દૈનિકોમાં સંશોધનાત્મક લેખો લખ્યા છે. અમદાવાદ તેમજ GTPL માં તેઓ કાર્ય કરી ચૂક્યા છે. આજે તેમને જામનગરના વિઝન ક્લબની જ્યુરીએ પત્રકારત્વ ક્ષેત્રે ફાઉન્ડર મીતા દોશી પ્રેસિડેન્ટ અલ્પા મહેતા દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે “જામનગર ગૌરવ એવોર્ડ” થી મહિલા દિન નિમિત્તે સન્માનિત કર્યા છે.
જામનગરમાં વિઝન ક્લબ દ્વારા વુમન્સ ડે નિમિત્તે મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરાઇ.
Advertisement