ભરૂચ જિલ્લાના વ્હોરા પટેલ સમાજની ૪૪ શાળાઓમાંથી ધોરણ દસ અને બાર જનરલ અને સાયન્સમાં અભ્યાસ કરતી ૩૦૬ છાત્રોમાંથી માટલીવાળા શાળાની ત્રણ છાત્રાઓ તેમજ વલણ શાળામાં અભ્યાસ કરતી એક છાત્રાએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી ચારેય છાત્રાઓએ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ માર્કસ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર છાત્રાઓને ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ વ્હોરા ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલભાઈ પાદરવાળા, ડૉ. આદમ ઘોડાવાળા, ઈમ્તિયાઝ ભાઈ વરેડિયા વાળા, અજીજભાઈ બાજીભાઈ, ઇબ્રાહિમ બાજીભાઈ તથા શાળાના એડમીનિસ્ટ્રેટર ઇશાક ભાઈ વાંસીવાળા, આચાર્ય જીયાદ્દીન, જીનેટ એલિઝાબેથ દેન્ટ શૈક્ષિણક સુધાર અધિકારી યુકે એ વિશેષ ઉપસ્થિત રહી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર છાત્રાઓને પ્રોત્સાહિત કરી હતી.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છાત્રાઓનો ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરાઇ.
Advertisement