વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા સરકારના રાંધણ ગેસના બોટલના ભાવ વધારાનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઉતરોતર વધારો થઈ રહ્યો છે અને તાજેતરમાં પણ ફરી એક વખત કેન્દ્ર સરકારે ધરખમ ભાવ વધારો કર્યો જેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી એ કોઠી ચાર રસ્તાથી બે સિલેન્ડરની નનામી બનાવી સ્મશાન યાત્રા જિલ્લા કલેકટર કચેરીએ લઈ ગયા હતા અને અનોખી રીતે વિરોધ કરી જિલ્લા કલેકટરને રાંધણ ગેસના વધતા જતા ભાવના વિરોધમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઘરેલુ ગેસના બોટલમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી સરકારનો આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ગેરવ્યાજબી છે. આનાથી સામાન્ય લોકોને ખૂબ મોટો આર્થિક બોજો આવી શકે છે. જેથી આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ કરીને કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે જો સરકાર આ ભાવ વધારો પાછો નહીં ખેંચે તો આવનાર સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
વડોદરામાં રાંધણ ગેસના વધતા ભાવનો આમ આદમી પાર્ટી એ કર્યો અનોખો વિરોધ
Advertisement