વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા પાણી, ડ્રેનેજ, બ્રીજના કોન્ટ્રાક્ટર દ્વારા ગત જુલાઈથી સરકારે અમલમાં મુકેલ જીએસટીમાં 12% ની જગ્યાએ 18% કરવાના નિર્ણયને લઈને વડોદરા કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી સમક્ષ પોતાની માંગણી રજૂ કરી હતી.
સરકારના પરિપત્ર મુજબ 12% ની જગ્યાએ 18% જીએસટી કરવામાં આવ્યો છે અગાઉના પરિપત્ર મુજબ રાહત આપવામાં આવે અને કોરોના કાળમાં ભાવ વધવાના બાબતે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તે બાબતે પોતાની માંગણી મૂકી હતી.
Advertisement
આ બાબતે પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે આ નીતિવિષયક બાબત છે જેની ચર્ચા કર્યા બાદ અથવા તો દરખાસ્ત મૂકી જરૂર મુજબ નિર્ણય લેવામાં આવશે.