સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના પ્રાણીશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઉજવણીના ભાગરૂપે વન્યજીવ સંરક્ષણમાં લોક ભાગીદારી વિષય પર ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને વન્યજીવોના સંરક્ષણ માટે આહવાન કરવામાં આવ્યું હતું.
પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશ સેનમા દ્વારા વન્યજીવ દિવસ વિશ્વમાં લુપ્ત થવાના આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓ સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા ઉજવવામાં આવે છે એમ જણાવ્યું. ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા વન્યજીવોના સંરક્ષણ માટે સંકલ્પ લીધો હતો.
કાર્યક્રમનું આયોજન ડૉ. રાજેશ સેનમા, ડૉ. પુષ્પા શાહ, શીતલ પટેલ, તમન્ના ચૌધરી, તબસુમ કુરેશી તથા મીતલ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભુમિકા વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા: વાંકલ