Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં કેટલાક વિસ્તારમાં માવઠું થવાથી ખેડૂતોને પાક બગાડવાની ભીતિ

Share

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે કેટલાક વિસ્તારોમાં માવઠાની શરુઆતા થઈ હતી. રાજ્યમાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પાક બગડવાની ચિંતા થઈ છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. આજે બનાસકાંઠામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ડીસામાં હળવો વરસાદ વરસ્યો હતો. થોડાક દિવસ પહેલા જ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે રાજ્યના અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાના વિભાગનની આગાહી મુજબ આગામી સમયમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સોરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીના પગલે કેટલાક માર્કેટ યાર્ડો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

આજે વહેલી સવારે મહીસાગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા શરુ થયા હતા. જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. આ કારણે ખેડૂતોમાં ભારે ચિંતા થઈ હતી. કમોસમી વરસાદથી ઘઉં, મકાઈ સહિતના પાકોને નુકસાન થઈ શકે છે.


Share

Related posts

ભરૂચ : ઝઘડિયાની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આગ બાદ બ્લાસ્ટમાં 4 કામદારો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

પંચમહાલ : મોરવા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે.

ProudOfGujarat

વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!