Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ શ્રી સંતરામ વિદ્યાલય ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

Share

શ્રી સંતરામ મંદિર સંચાલિત પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંત શ્રી નિગુઁણદાસજી મહારાજના સાનિધ્યમાં ચાલતી શ્રી સંતરામ વિદ્યાલય નડિયાદ ખાતે આજરોજ  ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અંગ્રેજી માધ્યમના પ્રાગણમાં રાખવામાં આવેલો હતો. આ પ્રસંગમાં મુખ્ય અતિથિ તરીકે અમરકંટક – નર્મદા ધામથી પધારેલ પરમ જ્ઞાની, તપસ્વી, મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ પધારેલ હતા. આ પ્રસંગે તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ વિદ્યાર્થીઓને આશીર્વાદ પત્ર, બોર્ડ પરીક્ષાની રીસીપ્ટ અને શુભેચ્છા સહ પેન આપવામાં આવી. 

શ્રી સંતરામ વિદ્યાલયના સમસ્ત પરિવારે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી. તથા આવેલ મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, સંતરામ કેળવણી મંડળના સભ્યો તેમજ ભાવીની બેન પન્નાબેન શ્રી સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના પ્રધાન આચાર્યો, ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ દ્વારા ઓપન એર થિયેટર ની સામે તેમના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પ્રસાદી તેમજ અલ્પાહાર આપીને વિદાય આપી. આમ તમામ વિદ્યાર્થીઓને શ્રી સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી તથા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ પાઠવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના માલીખડકી વિસ્તારમાં જામી શેરી ગરબા ની રમઝટ, ખેલૈયાઓ માતાજીના ગરબે ઝૂમી ઉઠ્યા..

ProudOfGujarat

હાલોલ નગરમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી.

ProudOfGujarat

અંક્લેશ્વર તાલુકાના દીવા ગામના પરીવાની દક્ષિણ આફ્રિકામાં કરાયેલ નીર્મમ હત્યા અંગે રાજયસભા સાંસદ અહમદભાઇ પટેલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને રજુઆત કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!