માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાને લઇને એક વિદ્યાર્થીલક્ષી કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાને લઇને જે ભય હોય છે તે ભયમુક્ત પરિક્ષા બાબતનો જગદીશભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ લીબડી નિમ્બબાર્ક પીઠ મોટા મંદિર દ્વારા યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં લીબડીની તમાંમ શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા
ત્યારે જગદીશભાઈ ત્રિવેદીએ તમાંમ વિદ્યાથીઓને પરીક્ષાલક્ષી સલાહ સુચન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટા મંદિર મહંત લલીતકિશોરબાપુ, પ્રકાશભાઈ સોની, બેલાબેન વ્યાસ, બકુલભાઈ ખાખી સહિતના તમામ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાથી ભય મુક્તતાનો અનુભવ કર્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement