Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરાશે.

Share

અમદવાદ શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ વધી રહ્યો છે. શહેરમાં મહિલા માટે એકલા નિકળવુ જોખમી થઈ રહ્યુ છે ત્યારે હવે અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ મહિલાઓની ખાસ સુરક્ષાઓને ધ્યાનમાં રાખી રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઈવરને QR કોડ સાથે એટેચ કરાશે. આ QR કોડ સ્કેન કરવાથી રિક્ષાચાલક કે ટેક્સી ડ્રાઈવરની તમામ ડિટેઈલ તમારા મોબાઈલમાં મળી જશે. આ માટે હાલ પોલીસ રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ વિગતો ભેગી કરીને એક ફોર્મ તૈયાર કરી રહી છે.

શહેરમાં વધતા જતા ક્રાઈમને ધ્યાનમાં રાખીને પોલીસ કેટલાક વિસ્તારોમાં હાઈટેક CCTV લગાવશે. શહેરમાં ઘણા વિસ્તાર એવા છે જ્યા છાસવારે ક્રાઈમની ઘટના બનતી હોય છે ત્યા આ પ્રોજેકટ હેઠળ CCTV લગાવવામાં આવશે. શહેરમાં 35 ક્રાઈમના હોટ વિસ્તાર છે જ્યા અંદાજે 667 CCTV લગાવાશે. આ ઉપરાંત 250 કેમેરા સાબરમતી રિવરફ્રન્ટ, 150 CCTV શહેરના સિટી બસ સ્ટોપ પર લગાવવામાં આવશે. પોલીસ ક્રાઈમ હોટસ્પોટના સ્થળે 90 કેમેરે લગાવશે.

Advertisement

Share

Related posts

પાવાગઢ-ચાંપાનેર ખાતે ૨૨ ડિસેમ્બરથી પંચમહોત્સવની ઉજવણી નિમીતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

ProudOfGujarat

ભરૂચના કેબલ બ્રિજ પરથી બાઇક સવાર હથિયાર લઈને પસાર થયાનો વિડીયો થયો વાયરલ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં બાઇક ચોરીના ગુનાઓને અટકાવવા માટે પોલીસે રીઢા ગુનેગારો સામે ગેંગ કેસ કરવાનું અભિયાન હાથ ધર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!