Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારતમાં કેન્સરના કેસોમાં થશે વધારો, આઇસીએમઆર એ આપી ચેતવણી.

Share

દેશમાં ૨૦૨૫ સુધીમાં કેન્સરના કેસોમાં ૧૨.૭ ટકાનો વધારો થશે તેવી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ -આઇસીએમઆર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. કેન્સર થવાના મુખ્ય કારણોમાં ધૂમ્રપાન, તમાકુ અને શરાબનું સેવન, મેદસ્વિતા, શરીરમાં પોષક તત્વોનો અભાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવનો સમાવેશ થાય છે. આઇસીએમઆરના જણાવ્યા અનુસાર ૨૦૨૦માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્સરના લગભગ ૧૪ લાખ કેસો નોંધાયા હતા જે ૨૦૨૧માં વધીને ૧૪.૨૬ લાખ અને ૨૦૨૨માં વધીને ૧૪.૬૧ લાખ થઇ ગયા હતા. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશમાં હ્ય્દયરોગ,શ્વાસની બિમારીઓની સાથેે સાથે કેન્સરના કેસોની સંખ્યામાં પણ મોટો વધારો નોંધાયો છે.

કેન્સરના કેસો વધવાના વિવિધ પરિબળોમાં વધતી જતી વય, જીવનશૈલીમાં પરિવર્તન અને વ્યાયામ તથા પૌષ્ટિક આહારનો અભાવ મુખ્ય છે. ઘણીવાર કેન્સરના લક્ષણો વિશે માહિતીના અભાવે બિમારીની ખબર સમયસર ન પડવાને કારણે ઇલાજ કરવામાં ખૂબ મોડું થઇ જાય છે અને કેન્સર વધતું જાય છે. છેલ્લા થોડા વર્ષોના આંકડાઓ અનુસાર ભારતમાં પુરૂષોમાં સૌથી વધારે મોં અને ફેફસાંના કેન્સર જોવા મળ્યા છે જ્યારે મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સર વધારે જોવા મળ્યા છે.

Advertisement

બેન્ગાલુરૂ સ્થિત આઇસીએમઆરના નેશનલ સેન્ટર ફોર ડિસિઝ ઇન્ફોર્મેેટિક્સ એન્ડ રિસર્ચના આંકડાઓ અનુસાર ૨૦૧૫ થી ૨૦૨૨ સુધી તમામ પ્રકારના કેન્સરમાં ૨૨.૭ ટકાનો વધારો થયો છે. ૧૪ વર્ષના કિશોરોમાં રક્ત કેન્સર યાને લિમ્ફોઇડ લ્યુકેમિયા થવાની સંભાવના વધારે હોય છે આ મામલે લોકોમાં જાગરૂકતા ફેલાવવાની જરૂર છે.

એક સર્જિકલ ઓન્કોલોજિસ્ટે જણાવ્યું હતું કે ભારતમાં હવે નાની ઉંમરના લોકોને પણ કેન્સર થવા માંડયા છે. ભારતમાં પુરૂષોમાં મોં, ફેફસાં, મગજ અને પ્રોસ્ટેટના કેન્સર અને મહિલાઓમાં સ્તન, ગર્ભાશય અને સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. આ તમામ કેન્સરોમાં સમયસર નિદાન અને ઇલાજ કરવામાં આવે તો દર્દીનો જીવ બચાવી શકાય છે.


Share

Related posts

પંચમહાલ : ઘોઘંબા પંથકમાં દિપડાનો આંતક યથાવત, લઘુશંકા કરવા ગયેલા યુવાન પર હુમલો.

ProudOfGujarat

અંકલેશ્વરના શ્રી જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નર્મદા પૂર અસરગ્રસ્ત લોકોની સહાય કરાઇ

ProudOfGujarat

છોટાઉદેપુર નગરના લોકોના કરરૂપી નાણાંનો વેડફાટ કરતી નગરપાલિકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!