Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં દીપડા એ ચાર બકરીનો શિકાર કરતાં પશુપાલકો ચિંતિત

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મામા ફળિયામાં દીપડાએ રાત્રિ દરમિયાન વધુ ચાર બકરીનો શિકાર કર્યો છે. બે દિવસ પહેલા ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતા ઈમ્તિયાઝ યુસુફ શેખની માલિકીના ચાર બકરા અને એક પાડીનો દિપડાએ શિકાર કર્યો હતો ત્યારબાદ ગત રાત્રી દરમિયાન ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતા પશુપાલક મહેરુમ ઠુંંડીયાની માલિકીની ચાર જેટલી બકરીઓનો દીપડાએ રહેણાંક વિસ્તારમાં આવી શિકાર કર્યો હતો. છેલ્લા ચાર દિવસમાં પશુઓના શિકાર કરવાની આ બીજી ઘટના બનતા પશુપાલકો ચિંતિત બન્યા છે. આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના જવાબદાર અધિકારીઓએ સ્થળ પર આવી પશુપાલકને થયેલા નુકસાન અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ નવાપુર અને સોનગઠ ખાતે પણ લોકોએ બંધને સમર્થન આપ્યુ…

ProudOfGujarat

સુરત : ડીંડોલીના ભેસ્તાન આવાસમાં માથાભારે ઇસમ ફિરોજ ઉર્ફે કાણીયાની થયેલ હત્યાના મુખ્ય આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ

ProudOfGujarat

દાહોદ જિલ્લાના લીમડી નગરમાં જવેલર્સ ના ઘરે રાત્રે તસ્કરોએ 6,60,000 ના સોના-ચાંદીના દાગીના નો હાથફેરો કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!