ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તથા વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇ દ્વારા સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીને શોધી કાઢવાની સુચના આધારે પોલીસ ઇન્સપેકટર ઓ.કે.જાડેજાના માર્ગદશન હેઠળ અંકલેશ્વર જીઆઇડીસી પો.સ્ટે.ના પો.સ.ઇ વી.એ.આહિરને મળેલ હકિકત આધારે, અંક્લેશ્વર GIDC માં આવેલ ગોલ્ડન સ્ક્વેર શોંપીગમાં આવેલ ઓરેન્જ સ્પાર્કલ સ્પા પાર્લર નામની દુકાનની આડમાં બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપાર ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ જઈ રેડ કરતા દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ યુવતિઓ તથા ઓરેન્જ સ્પાર્કલ સ્પા નામની દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો સ્પા સંચાલક મહેશ વિષ્ણુ ભીલારે ઉ.વ .૪૨ હાલ રહેવાસી, મ.નં -૧ RCL કોલોની મમ્મી ડેડી શો રૂમ સામે માનવ મંદિર રોડ જી.આઇ.ડી.સી અંકલેશ્વર તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહેવાસી. બિલ્ડીંગન -૦૧ બ ગોરેગાવ ( ૫ ) મુંબઇ ( મહારાષ્ટ્ર ) ની હાજર મળી આવતા જરૂરી પુરાવાઓ એકત્રીત કરી સ્પા સંચાલક વિરુદ્ધ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલિસ ખાતે ગુનો નોધવામાં આવેલ છે તેમજ આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તેમજ રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મોબાઇલ નંગ ૨ કી.રૂ ૧૫ હજાર મળી કુલ રૂ. 23,230 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો વધુ તપાસ અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ કરી રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડયુ
Advertisement