બ્રહ્માકુમારી માંગરોળ સેવાકેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ અંતર્ગત ખુશહાલ મહિલા, ખુશાલ પરિવાર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા બ્રહ્માકુમારી જેમીનાબેન કડોદરા સેવા કેન્દ્રથી પધાર્યા હતા તેમણે નારી શક્તિ વિશે વિસ્તૃત જાણકારી અને સાથે મહિલાઓના કર્તવ્યની વાત કરતા જણાવ્યું હતું કે ઘરમાં સુખ શાંતિ અને ખુશીને ખતમ કરનાર જો કોઈ શક્તિ હોય તે આપણા જ મુખમાં રહેલા કટુ વચન, આપણા મનમાં રહેલા એકબીજા પ્રત્યે વેરભાવ નફરત આપણામાં જ રહેલી ઈર્ષા અને ધૃણા જેવા નકારાત્મક અભિભાવ છે. જે આપણા ઘરને સ્વર્ગમાંથી નર્ક બનાવે છે તેમણે જણાવ્યું હતું કે આપણા ઘરમાં નર્ક બનાવવા કોઈ વ્યક્તિ નથી આવતા પણ આપણી જ કોઈ નાની મોટી ભૂલને કારણે ઘરની શાંતિ ખતમ થઈ જાય છે. પોતાના સ્વ પર અનુશાસન રાખી જીવનમાં પરમાત્માની સાચી શક્તિનો અનુભવ કરવાની પ્રેરણા આપી હતી. તેમણે એક સુંદર વાક્ય દ્વારા જણાવ્યું હતું કે સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન કરવાનું તેમને સૂચન આપ્યું હતું.
આ કાર્યક્રમમા સત કેવલ જ્ઞાન સંપ્રદાયના હંસાબેન દીપ ટ્રસ્ટના બબીતાબેન વસરાવી નર્સિંગ કોલેજના દિવ્યાબેન આસિસ્ટન્ટ ઓફિસર, હંસાબેન સીડીપીઓ માંગરોળના, શીતલબેન મોનિકાબેન ચંદાબેન ઇન્ડિયન ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર, સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન શીરોયા એ વગેરે ઉપસ્થિત થઈ લાભ લીધો હતો. નૃત્ય દ્વારા નારીજાગૃતિ પર પ્રકાશ પાડ્યો હતો. સર્વને પરમાત્માના ઘરની સોગાત અર્પણ કરવામાં આવી હતી અને કાર્યકરની પૂર્ણાહુતિ વખતે બ્રહ્માકુમારી શારદાબેન માંગરોળ સેવા કેન્દ્ર તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જીવનને સદા ખુશનુમા બનાવવા માટે પ્રતિદિન રાજયોગનો અભ્યાસ કરવા આપ સર્વને સેવા કેન્દ્ર પર પધારવા ફરી ફરી નિમંત્રણ પાઠવ્યું હતું અને સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિનોદ મૈસૂરિયા : વાંકલ