પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆતને પગલે તાપી કરજણ લીક યોજના રૂા.૭૧૧ કરોડની મંજુર કરવામાં આવેલ જે માટે ચાલુ વર્ષના બજેટમાં રૂા.૧૩૦ કરોડ મંજુર કરાતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી છે.
આ યોજનાની લંબાઈ મેઈન ૪૨ કિલોમીટર છે. જે થકી ઉમરપાડા તાલુકાના ૫૧ અને ડેડિયાપાડા તાલુકાના ૨૨ ગામ મળી સંપૂર્ણ રીતે આદિવાસી વિસ્તારના ૭૩ ગામને સીધો ફાયદો થશે અને ૫૩૭૭૭૦ એકર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળવાનો અંદાજ છે. પાઈપલાઈન વિસ્તારમાં આવતા ૧૦૦ જેટલા નાના ચેકડેમ તથા ગામના તળાવોમાં પાણી ભરવામાં આવશે. જેના કારણે ભુગર્ભ જળ ઉંચા આવશે. આ યોજનામાં ૪ પંપીંગ સ્ટેશન થકી ૫૦ કયુસેસ પાણી વહન થશે ચીકદા તા.ડેડિયાપાડા અને ઉમરગોટ તા.ઉમ૨પાડા ખાતે ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભું કરાશે.
સુરત જિલ્લા ભાજપાના મંત્રી સામસિંગભાઈ વસાવા, સુ.જિ.પં.કારોબારી અઘ્યક્ષ રાજુભાઈ વસાવા, સુ.જિ.પં. સદસ્ય દરીયાબેન વસાવા, ઉમરપાડા તાલુકાના સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા તથા અમીષભાઈ વસાવા તેમજ ઉમરપાડા તાલુકા પ્રમુખ શારદાબેન ચૌધરી, ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, આ કામો મંજુર ઉમરપાડા તાલુકાના પદાધિકારીઓ, સરપંચ કે કે.સરપંચ, કાર્યકરો તેમજ આગેવાનોએ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા. પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનો આભાર વ્યકત કર્યો છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ