ભરૂચ દુધધારા ડેરીમાં સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ તરીકે રાજકીય અને સહકારી અગ્રણી ઘનશ્યામભાઇ પટેલની વરણી કરવામાં આવી છે. ઘનશ્યામભાઇએ પ્રમુખપદ માટે નિયુક્ત થતાજ દુધ ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રુ.૨૫ થી ૩૦ નો વધારો જાહેર કર્યો હતો. જેને લઇને દુધ ઉત્પાદક પશુ પાલકોમાં ખુશી ફેલાવા પામી છે.
ઝઘડિયા તાલુકાના અછાલિયા સ્થિત ધી રંગકૃપા દુધ ઉત્પાદક સહકારી મંડળી અછાલિયા દ્વારા ઘનશ્યામભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળીના ચેરમેન પ્રહલાદગીર ગોસ્વામી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતશરણ રાવ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતુંકે ઉત્તમ ઔલાદના બચ્ચા ઉછેર માટે વાછરડી પાડીમાં રસ ધરાવતા પશુપાલકોને ખરીદીની સંપૂર્ણ રકમની લોન ડેરી દ્વારા આપવામાં આવશે. બચ્ચાનો ઉછેર થયા બાદ ગાય ભેંસની ખરીદી ડેરી કરશે, તેમ વધુમાં જણાવ્યું હતું. આ માટે ખાણદાણ, વેટરનરી સેવાઓ પુરી પાડવામાં આવશે એમ પણ જણાવ્યું હતું.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ