Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેકશન અને લોક દરબાર યોજાયો.

Share

નબીપુર પો. સ્ટે. ની હદમાં આવતા તમામ ગામોના સરપંચો સહિત આગેવાનો હાજર રહયા હતા. SP, Dy SP અને CPI ની સૂચક હાજરી જોવા મળી હતી.

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન નિમિત્તે SP ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં નબીપુર પો.સ્ટે. ની હદમાં આવતા તમામ ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહયા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા SP ડો.લીના પાટીલની સાથોસાથ Dy SP સી.કે.પટેલ, CPI કે.વી. બારીઆ તથા નબીપુર પોલીસ સ્ટે. ના પી.એસ.આઈ. કે.એમ ચૌધરી હાજર રહયા હતા. SP સાહેબે ઉપસ્થિત સરપંચો અને આગેવાનોને કહ્યું હતું કે તમારો કોઈ પ્રશ્ન હોય તો રજુ કરો તો તેનો ઉકેલ લાવી શકાય.

આ પ્રસંગે નબીપુર ગામના ડે. સરપંચ હાફેજ ઈકરામભાઈ દસુ એ નબીપુર ના પી.એસ.આઈ. તથા પોલીસ સ્ટાફની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ તેમના તરફથી આવો જ સાથ અને સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા સેવી હતી. તેમને વધુમાં કહ્યું હતું કે નબીપુર ગામ પંચાયત તરફથી સંપૂર્ણ સહકાર મળતો રહેશે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ગોધરા: પંચમહાલ જીલ્લા કોંગ્રેસ અને શિવસેનાએ પ્રેટ્રોલડીઝલના ભાવઘટાડાની કરી આકરી ટીકા

ProudOfGujarat

ભરૂચનાં અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ વધી જતાં સ્થાનિક રહેવાસીઓ ચિંતામાં મુકાયા…

ProudOfGujarat

સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન રથ ભરુચ જિલ્લામાં પ્રવેશ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!