માંગરોળ તાલુકાના કંસાલી ગામે યોજાયેલ પશુપાલન તાલીમનો લાભ પશુપાલકો એ મોટી સંખ્યામાં લીધો હતો. ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયત સુરત અને માંગરોળ તાલુકા પંચાયત ના સંયુક્ત ઉપક્રમે કંસાલી ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સહયોગથી ઉપરોક્ત તાલુકા કક્ષાની પશુપાલન તાલીમનું આયોજન કરાયું હતું. તાલીમમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો.
માંગરોળ પશુ ચિકિત્સક ડો.હિતેશભાઈ કાવાણી ડો. અશોક કુંભાણી ડો. વસીમ પઠાણ ડો.આકાશ કોશિયા ડો.મુખ્તાર ખાન વગેરે દ્વારા પશુપાલન અંગે તાલીમમાં વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમમાં વેરાકુઈ દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામીત, કંસાલી દૂધ મંડળીના પ્રમુખ બચુભાઈ મહારાજ, મંત્રી ડાહ્યાભાઈ ગામીત, કંસાલી ગામના સરપંચ હરેન્દ્રભાઇ ગામીત અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ