ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ખાતે સુબીર તાલુકા કક્ષાનો વાર્ષિક શૈક્ષણિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનના અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયત ઉપપ્રમુખની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમની મુલાકાત જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત પણ હાજર રહ્યા હતા. 10 વર્ષ પછી શરૂ થતા સંમેલન માટે કેવા કેવા પ્રયત્નો થયા એ અંગે સૌને અવગત કર્યા હતા અને બાળકો અને શિક્ષકો દ્વારા થયેલ કામગીરી અને બિરદાવી હતી. કાર્યક્રમમાં સરપંચ વસંતજીભાઈ, જિલ્લા શિક્ષણ સમિતિના સભ્ય મધુભાઈ વળવી, નિવૃત્ત ડી.પી.ઇ.ઓ એસ.એલ.પવાર, જિલ્લા પ્રા. શિક્ષક સંઘના હોદ્દેદારો, તાલુકા સંઘના હોદ્દેદારો, લક્ષ્મણભાઈ કાનડે હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શામજીભાઈ પવાર દ્વારા કર્યું હતું. આ કાર્યક્રમમાં સુબીર તાલુકાના દસ કેન્દ્રમાંથી વાર્તા સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, મનોરંજન સ્પર્ધામાં ભાગ લીધો હતો. તાલુકા કક્ષાએ પસંદ થયેલ શાળાઓ અને ભાગ લીધેલ શાળાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. આ સાથે શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામ કરનાર શિક્ષકોનો પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન નવપ્રભાવતીબેન, અરવિંદભાઈ, ઇતેશભાઈ સી.આર.સી કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે બીલીઆંબા શાળાના આચાર્ય વિમલભાઈ ગામીત, રસિકભાઈ તથા શાળા પરિવાર દ્વારા ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી. આયોજનમાં તાલુકાના તમામ કેન્દ્ર શિક્ષકો, મુખ્ય શિક્ષકો, સીઆરસી કોર્ડીનેટરો તથા ટીમ સુબીર દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બી.આર.સી.કોરડીનેટર પરિમલભાઈ પરમારે કાર્યક્રમની શોભા વધારવા ઉપસ્થિત રહેલ સૌ મહેમાનો અને આયોજનમાં મદદરૂપ થનાર સૌ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ડાંગ : બીલીઆંબા પ્રાથમિક શાળા ખાતે સુબીર તાલુકા કક્ષાનું વાર્ષિક શૈક્ષણિક સંમેલન યોજાયું.
Advertisement