Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyleUncategorized

ખેડૂતોના પાક પર વધુ ભાવ આપીને મોદી સરકાર ખેડૂતોને રાજી કરશે

Share

ખેડુતો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં રાહતોનો વરસાદ વરસાવે તેવી શકયતા છે. ઉત્પાદનનું વ્યાજબી મુલ્ય પ્રદાન કરાવવા માટે કેન્દ્ર સરકાર પડતર મુલ્યથી પ૦ ટકા વધુ લાભ આપી કૃષિ પ્રોડકટનું ન્યુનતમ સમર્થન મુલ્ય નિર્ધારીત કરવાની વ્યવસ્થા લાગુ કરી શકે છે. બે દિવસ પહેલા સંઘના આર્થિક સંગઠનો માટે થયેલી સરકાર અકિલા અને ભાજપની સમન્વય બેઠકમાં ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષા પર મોટાભાગે સહમતી બની ગઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય કિશાન સંઘે આ બેઠકમાં ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષાની તરફેણ કરતા કૃષિ પ્રોડકટની અકીલા કોસ્ટને આધાર ગણી નિર્ધારીત કરવા માંગણી કરી હતી. જેના પર સંઘના તમામ સંગઠનોએ પોતાની મંજુરીની મહોર લગાવી હતી. બેઠકમાં સામેલ નાણામંત્રી અરૂણ જેટલીએ પણ આ માંગણીનો સ્વીકાર કર્યો હતો. જેટલી થકી ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષા કરવાનુ આશ્વાસન મળ્યા બાદ હવે એ બાબતની સંભાવના વધી ગઇ છે સરકાર પોતાનુ વચન ટુંક સમયમાં પુરૂ કરશે. સમન્વય બેઠકમાં સામેલ સંઘના પદાધિકારીએ કહ્યુ હતુ કે, ખેડુતોના હિતોની અવગણના નહી કરાઇ. કૃષિ સમસ્યા કોઇ રાજયની નથી પરંતુ સમગ્ર દેશની છે. ખેડુતોને તેમના ઉત્પાદનના વ્યાજબી ભાવ પ્રદાન કરવાના મામલા પર બધા સંગઠનો એક મત હતા. સરકાર પણ સહમત હતી. ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષાની જરૂરીયાત એટલા માટે પણ છે કે, ભાજપે લોકસભાની ચૂંટણી ર૦૧૪માં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ ઉત્પાદનનું ન્યુનતમ સમર્થન મુલ્ય પડતર મુલ્યથી પ૦ ટકા કરવાનુ વચન આપ્યુ હતુ. વધુમાં વડાપ્રધાને ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનુ એલાન કર્યુ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે કૃષિની કોસ્ટ ઘટાડવાના તમામ પ્રયાસો કર્યા છે આમ છતાં ખેડુતોની નારાજગી છે. ભાજપ શાસિત રાજસ્થાન, મ.પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડુતોના આંદોલનોએ ભાજપની ઉંઘહરામ કરી દીધી હતી. ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે પરંતુ ખેડુતોની નારાજગી સામે આવી છે. સંઘ પરિવાર નથી ઇચ્છતો કે દેશનો ખેડુત સરકારથી નારાજ રહે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ખેડુતોની નારાજગી દેખાય તે પહેલા સરકાર તેઓને રાજી કરી દેવા માંગે છે. આ જ કારણે સંઘના આર્થિક સંગઠનોએ સરકાર અને ભાજપ સાથે મેરેથોન બેઠક કરી તેઓની નારાજગી દુર કરવા રસ્તો કાઢયો હતો. આ બેઠકમાં સંઘના કૃષ્ણગોપાલ ઉપરાંત અમિત શાહ, જેટલી અને સ્વદેશી જાગરણ મંચ, ભારતીય મજદુર સંઘ અને ભારતીય કિશાન સંઘ સહિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ર૮ અને ર૯ ડિસે.ના રોજ આ બેઠક યોજવામાં આવી હતી.

સૌજન્ય(અકિલા)

Advertisement

Share

Related posts

હલદરવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ભાઇ – બહેનના કરુણ મોત..

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં અછોડાતોડ પકડાયા.

ProudOfGujarat

GPSC એક્ઝામમાં 1.60 લાખમાંથી 60% ઉમેદવાર ગેરહાજર રહ્યા, ઊંડાણમાં પુછાયેલા પ્રશ્નોએ મૂંઝવ્યા

ProudOfGujarat
error: Content is protected !!