ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત કુમાર શાળા, તેમજ કન્યા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ હતી. 28 ફેબ્રુઆરી એટલે નેશનલ સાયન્સ ડે. જેની ભરતભરમા ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલ બુનિયાદી કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળા એ સંયુક્ત રીતે આ દિવસની ઉજવણી કરી હતી.
જેમાં બાળકોએ પોતાની સૂજ સમજ, જ્ઞાન અને પોતાની રૂચિ મુજબના વિવિધ પ્રયોગો અને પ્રોજેકટ બનાવી શાળાના બાળકો, ઉપસ્થિત મહેમાનો અને હાજર મેદની સમક્ષ પોતાની રીતે પોતાના પ્રયોગો અને પ્રોજેક્ટની સમજ આપી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકોની હાજરી પણ સુચક હતી. બાળકોમાં આ દિવસની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કુમાર શાળાના આચાર્ય એ અમારા પ્રતિનિધિ સમક્ષ આ દિવસનો મહિમા અને બાળકોના ઉત્સાહ વિશે વાત કરી હતી.
યાકુબ પટેલ, પાલેજ
Advertisement