શ્રવણ વિદ્યાભવન શાળામાં તારીખ ૨૮/૨/૨૩ ને મંગળવારના રોજ કલા-વિજ્ઞાન પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા એ ઈશ્વરે આપેલી અમૂલ્ય અને કુદરતી ભેટ છે. શાળાના વિદ્યાર્થીઓએ કલા સાથે વિજ્ઞાનનો સુમેળ સાધીને વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરી હતી. જેમાં બુકમાર્ક બેકગ્રાઉન્ડ, થ્રેડ આર્ટ, પ્રોટેટ ક્લબ, મહેંદી આર્ટ, બોટલ ગાર્ડન, પેસ્ટિંગવર્ક જેવી કળાઓ પ્રદર્શિત કરી હતી. મુખ્ય મહેમાન તરીકે મિતલ દીપેનભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની કળાની પ્રશંસા કરીને પોતાના વક્તવ્ય થકી કલા ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરે એ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
અતિથિ વિશેષ તરીકે પધારેલ દીપેનભાઈ પટેલે વિજ્ઞાનની કૃતિઓ રજુ કરનાર વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. રાજ્યકક્ષાના પ્રથમ આવનાર અવની પટેલ તેમજ આશ્રુતિ વાલાણીને એવોર્ડ તેમજ 2100 રૂપિયાનો ચેક આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી સાહેબે કલાકાર વિદ્યાર્થીઓને અભિનંદન તેમજ શુભેચ્છા પાઠવી હતી. આચાર્યા દીપિકાબેન મોદીએ વિદ્યાર્થી ઓની કૃતિઓને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના મંત્રી કિરણભાઈ મોદીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.