ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત જીઆઇડીસી માં આવેલી કે પી એસ ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શાળાના સંચાલક રજત અગ્રવાલે રીબીન કાપી પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું.
ત્યારબાદ શાળાના છાત્રોએ પોતાના દ્વારા તૈયાર કરાયેલા વિજ્ઞાન, પર્યાવરણ અને ગણિતલક્ષી પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં શાળાના ૬૦૦ જેટલા છાત્રોએ ભાગ લઈ પોતાની ક્ષમતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
શાળાના છાત્રોએ સ્વાસ્થ્ય લક્ષી, ઉદ્યોગ લક્ષી અને પર્યાવરણ જાળવણી લક્ષી વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. છાત્રોનો ઉત્સાહ વધારવા વાલીઓ પોતાનો અમૂલ્ય સમયનો ભોગ આપી હાજર રહ્યા હતા. શાળાના શિક્ષકોએ પણ છાત્રોનો ઉત્સાહ વધારી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમને કે પી એસ ઇન્ટરનેશનલ એકેડેમીના સંચાલક રજત અગ્રવાલ, આચાર્ય મનોજ તિવારી તેમજ શાળાના શિક્ષકગણે ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : પાલેજ સ્થિત કે પી એસ ઇન્ટરનેશનલ એકેડેમી ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ.
Advertisement