Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આખરે નીતિન પટેલ નાણાખાતું મેળવીને જ માન્યા:

Share

નવી સરકારમાં મનગમતાં ખાતાં નહીં મળવાથી નાખુશ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નાણાખાતું મળ્યા પછી આખરે માની ગયા છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહના હસ્તક્ષેપ પછી પટેલે રવિવારે હોદ્દો સંભાળી લીધો હતો.

પટેલે જણાવ્યું હતું કે, ભાજપના અધ્યક્ષ અમિત શાહે સવારે ફોન કરી મને કેબિનેટના નંબર-2 મંત્રી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે છાજે તેવો પોર્ટફોલિયો આપવાની ખાતરી હતી.તેમણે કહ્યું હતું કે, શાહે મને કાર્યભાર સંભાળવા જણાવ્યું હતું અને એટલે મેં આજે હોદ્દો સંભાળી લીધો છે.

Advertisement

કાર્યભાર સંભાળી લીધા પછી પટેલ મતવિસ્તાર મહેસાણામાં ટેકેદારોને મળવા ગયા હતા. મહેસાણામાં તેમના આગમન પછી રૂપાણીએ ગાંધીનગરમાં નાણાખાતું પટેલને આપ્યું હોવાની જાહેરાત કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે, અમે ખાતાંમાં કેટલાક ફેરફાર કર્યા છે. નીતિનભાઈને નાણાખાતું આપવામાં આવ્યું છે. આ સાથે સમસ્યાનો અંત આવ્યો છે. ભાજપ જેવા મોટા પરિવારમાં આવી નાની બાબતો થયા કરે. મેં ગવર્નરને પત્ર લખી ખાતામાં ફેરફાર અંગેની માહિતી આપી દીધી છે.

સૌજન્ય


Share

Related posts

સાબરકાંઠા : હિંમતનગર-ઇડર બાયપાસ રોડનું 69 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે, 40 દબાણકારોને નોટીસ ફટકારાઈ

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર જામશે ત્રી પાંખયો જંગ -BAP પાર્ટી તરફ થી ચૂંટણી લડશે દિલીપ વસાવા

ProudOfGujarat

વડોદરાનાં કિશનવાડી વિસ્તારમાં છ મહિનાથી ગંદા પાણીના મુદ્દે રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો

ProudOfGujarat
error: Content is protected !!