માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં રાત્રિ દરમિયાન આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાતા વિદ્યાર્થીઓએ ટેલિસ્કોપથી ગ્રહો ઉપગ્રહો વિવિધ તારા ઓ નું પ્રત્યક્ષ અવલોકન કર્યું હતું.
28 ડિસેમ્બર વિજ્ઞાન દિવસના સંદર્ભે અવકાશના ગ્રહો યોગ્ય દિશામાં હોવાથી ભૌતિક શાસ્ત્ર વિભાગ દ્વારા ટેલિસ્કોપથી આકાશ દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કોલેજના 40 જેટલા પસંદગી કરાયેલા વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો જેમાં આકાશ દર્શનના તજજ્ઞ તરીકે સુરત નવયુગ સાયન્સ કોલેજ ના એસોસિયેટ પ્રોફેસર સંજય પંડ્યા હાજર રહ્યા હતા. તેમના દ્વારા આકાશ દર્શન કાર્યક્રમ અંતર્ગત વિવિધ ગ્રહો, ઉપગ્રહો, તારાઓ તથા વિવિધ તારા મંડળો વિશે માહિતી આપવામાં આવી હતી તથા ટેલિસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અવલોકન કરાવવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય ર્ડા. પાર્થિવ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને આકાશ દર્શન પ્રત્યે કેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. હેમલ વણકર, ડૉ. કુંજલ પટેલ તથા આરતી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ મૈસુરિયા : વાંકલ