નડિયાદ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ત્રિદિવસીય પરિવર્તન પ્રવચન માલાનો પ્રારંભ કરાયો છે. જેમાં પદ્મભૂષણ અને રાજપ્રતિબોધક ૪૧૧ પુસ્તકોના લેખક એવા પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાહેબે આજે સવારે શહેરના મુખ્ય જૈન દેરાસર ખાતેના ઉપાશ્રય હોલમાં સુંદર વ્યાખ્યાન આપ્યું છે.
‘નહિ એસો જનમ બાર બાર’ વિષય પર સુંદર જીવનનો મર્મ સમજાવ્યો હતો. તેઓએ પોતાના પ્રવચનમાં ટાંક્યું હતું કે એક સમય હતો ઘરના બહાર પ્રલોભન હતા આજે ઘરની અંદર નથી પણ તમારા ખિસ્સામા પ્રલોભન છે. મારા ૧ લાખ પ્રવચનને સાફ કરી શકે તેવી તાકાત તમારા ખિસ્સામા રહેલા પ્રલોભનની છે. બે ચાર પ્રલોભનો ઓછા કરો, જે પ્રગતિ ઉન્નતી નથી તે પ્રગતિ અધોગતિ છે. પૂણ્યનો સરવાળો, પ્રેમનો ગુણાકાર, પાપનો ભાગાકાર અને પ્રલોભનની બાદબાકી. આમ વિષય અનુરૂપ સુંદર છણાવટ કરી હતી. આ પ્રસંગે યુગસુંદર મહારાજ સાહેબ, પરમ સુંદર મહારાજ સાહેબ તથા તેમની સાથે કુલ ૧૮ સાધુ મહારાજ સાહેબો તેમજ બીજા સાધ્વીજીઓ હાજર રહ્યા હતા. આવતીકાલે મંગળવારે સવારે ‘યાત્રા, પર્દાથથી પ્રેમ તરફ અને એના પછીના દિવસે’એવી તરસ કે જીવન સરસ’ વિષય પર શહેરના ઈપ્કોવાળા હોલ ખાતે જાહેર વ્યાખ્યાન આપશે. આ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો લાભ લેશે.
નરેશ ગનવાણી : નડિયાદ