ડીંડોલીમાં સગીર વયની યુવતી તથા તેની બહેનપણીને રસ્તામાં રોકી ચપ્પુની અણીએ છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર તથા ઉધના પોસ્ટે. વિસ્તારમાં યુવકને તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી નાસી જનાર રીઢા ગુનેગારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વલન્સ ટીમે ઝડપી પાડયો હતો.
ડીંડોલી પોલીસ સ્ટેશનમાં તાજેતરમા તા.૨૫/૨/૨૦૨૩ ના રોજ આ કામના ફરિયાદી યુવતીએ ફરિયાદ આપેલ કે ગઈ તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ બપોરના સમયે પોતાની બહેનપણી ઉવ.૧૪ ની સાથે નવાગામ ડીંડોલી વિસ્તારમાં આવેલ બાબા મેમોરિયલ હોસ્પિટલ પાછળ આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટીમાં જી.ઈ.બી ઓફિસે લાઈટ બિલ ભરીને પસાર થતા હતા તે વખતે આરોપી ગણેશ ઉર્ફે ગણ્યો વાઘ તથા પ્રેમ ઉર્ફે ચોર એ મોપેડ ઉપર આવી બંન્ને યુવતીઓને રસ્તામાં રોકીને છેડતી કરીને ગંદી ગાળો આપતા, ગાળો આપવાની ના પાડેલ જેથી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયેલ. આ બનાવ સંબંધે ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધવામાં આવેલ છે તેમજ તા.૧૮/૨/૨૦૨૩ ના રોજ ફરિયાદી ગણેશ સેંદાણે રહે- ભીમનગર આવાસ ઉધના સુરત નાઓ ઉધના રોડ નંબર 13 ઉપર જતા હતા તે વખતે આરોપી ગણેશ ઉર્ફે ગણ્યા વાઘ તથા પ્રેમ ઉર્ફે ચોર તથા સની બોરસે એ ઝઘડો કરેલ અને ગણેશ ઉર્ફે ગણ્યા વાઘે ફરિયાદીની જાંઘમાં ચાકુ મારી ગંભીર ઈજા પહોચાડી હતી જે અંગે પોલીસ ફરીયાદ નોધવામાં આવી હતી.અજયકુમાર તોમર , પોલીસ કમિશનર સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ તથા ના.પો.કમિ.સા.શ્રી ઝોન-૨ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે સુચના આપેલ જેથી પો.ઇન્સ. આર.જે.ચુડાસમા તથા સે. પો.ઈન્સ. એસ.એમ. પઠાણ ડીંડોલી પો.સ્ટે. સુરત શહેર નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ ડીસ્ટાફ PSI હરપાલસિંહ મસાણી ડીસ્ટાફના પોલીસ માણસો સાથે આરોપીઓને ઝડપી લેવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન HC રાજદીપસિંહ નરેન્દ્રસિંહ, HC જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ, PC નિકુલદાન ચૈનદાન PC બ્રિજરાજસિંહ ભરતસિંહ નાઓએ મળેલ બાતમી હકીકત આધારે મુખ્ય આરોપી ગણેશ ઉર્ફે ગણ્યો રવિન્દ્ર વાઘને ઝડપી પાડેલ છે.