ભરૂચ જીલ્લા પોલીસ પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલે ભરૂચ જીલ્લામાં ગૌવંશ તથા અસામાજીક પ્રવૃતીઓ સાથે સંકળાયેલ આરોપેઓનું લીસ્ટ તૈયાર કરાવડાવી, પાસા એકટ હેઠળ દરખાસ્તો તૈયાર કરાવડાવી, જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપેલ હતી. ગૌવંશની પ્રવૃતિ સાથે સંકળાયેલા -૦૨ તથા વાહન ચોરીની અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ -૦૧ તથા પ્રોહીબિશન પ્રવૃતિ સાથે સંકળાયેલ -૦૧ મળી કુલ -૦૪ ઇસમોને પાસા એકટ હેઠળ અટકાયત લેવા હુકમ કરતા તમામ પાસા અટકાયતીને ઝડપી પાડી, પાસા એકટ વોરંટની બજવણી કરી, ગુજરાત રાજ્યની અલગ અલગ જીલ્લાની જેલોમાં મોકલી આપવામાં આવેલ છે. પાસા અટકાયતી આરોપીઓના નામ તથા મોકલાવામાં આવેલ જેલની વિગત જોતા ઇમરાન રહેમાન કુરેશી રહેવાસી. ભઠીયારવાડ મસ્જીદે રજાની પાછળ ભરૂચ – પલારા જેલ , ભુજ ગુલામમુસ્તુફા મોહંમદ કુરેશી રહે ભઠીયારવાડ મસ્જીદે રજાની પાછળ ભરૂચ – જામનગર જીલ્લા જેલ સુનીલભાઇ રાજુભાઇ વાધરી ( દેવીપુજક ) હાલ રહેવાસી. મોફેસર જીન કંપાઉન્ડ પાસે ઇન્દીરાનગર ઝુપડપટ્ટી ભરૂચ મુળ રહેવાસી, વાગરા નવી નગરી તા.વાગરા જી.ભરૂચ – જુનાગઢ જીલ્લા જેલ ગણેશ ઉર્ફે ગનીભાઇ રાજુભાઇ વસાવા રહેવાસી અંક્લેશ્વર નવીનગરી જી.ઇ.બી.રોડ જી.ભરૂચ મહેસાણા જીલ્લા જેલનો સમાવેશ થાય છે
ભરૂચ: ગૌવંશ હત્યા તથા અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ ૦૪ ઇસમોની પાસા એકટ હેઠળ અટકાયત કરાઈ.
Advertisement