ભરુચની સાધના વિધાલય ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ વય મર્યાદાના કારણે નિવૃત થતા શિક્ષકનો વિદાય સભારંભ યોજવામા આવ્યો હતો.
અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિ માટે જાણીતી એવી સાધના વિધાલય ખાતે તેજસ્વી તારલાઓને ઉપસ્થીત મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે નિવૃત થતાં શિક્ષક રાજેન્દ્રકુમાર ભટ્ટનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કિશન વસાવા, લોક ગાયક અભેસિંહ રાઠોડ, ભાજપ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, અશોક બારોટ તેમજ શાળા પરિવારના સરલા જોષી,ભરત પટેલ, વસંત જોષી આચાર્ય પરેશા પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement